સુરત લીબાયત પોલીસે નશાની ગોળીઓ વેચનાર મહીલાને ઝડપી
મહીલા આફરીનબી સૈયદને ઝડપી પાડી
સુરતની લિંબાયત પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત નશાકારક ગોળીઓ વેંચવા માટે આપનાર મહિલાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધી હતી.
સુરતપોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની સુચનાને લઈ અદિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ તથા મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ ડીડી ચૌહાણની ટીમ પીએસઆઈ કેએચ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો ચેતનભાઈ અને વુઅપોકો પારીબેનને મળેલી બાતમીના આધારે લિંબાયત પોલીસમાં એનડીપીએસના ગુનામાં ઝડપાયેલા આરોપીને નશાકારક ગોળીઓ વેંચવા આપનાર મહિલા આફરીનબી સૈયદને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરનની કાર્યવાહી હાથ ધરી હતી.

