Site icon hindtv.in

સુરત એલસીબી ગ્રામ્યની કાર્યવાહી, જુગાર રમતા 5 ઈસમો ઝડપાયા

સુરત એલસીબી ગ્રામ્યની કાર્યવાહી, જુગાર રમતા 5 ઈસમો ઝડપાયા
Spread the love

સુરત એલસીબી ગ્રામ્યની કાર્યવાહી, જુગાર રમતા 5 ઈસમો ઝડપાયા
જુગારધામ પર દરોડો પાડી પોલીસે 5 ઈસમોને ઝડપી પાડ્યા
એલસીબી ગ્રામ્ય પોલીસે ₹28,950નો મુદ્દામાલ કબજે કર્યો

સુરત એલસીબી પોલીસ ગ્રામ્ય દ્વારા જુગાર રમતા પાંચ ઈસમો ને ઝડપી પાડી તેમજ 28,950 નો મુદ્દામાલ કબજેકર્યો.

સુરત અધિક્ષક રાજેશ ગઢીયા દ્વારા સુરત ગ્રામ્ય માં પ્રોહિબિશન તેમજ જુગારની પ્રવૃત્તિ બંધ કરાવવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું .જેથી એન .જી. પાંચાણી, પી.આઈ એલસીબી સુરત ગ્રામ્ય દ્વારા એલસીબી શાખાના પોલીસ અધિકારી તથા પોલીસના માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને જે એલ પટેલ પીએસઆઇ એલસીબીએ સુચના મુજબ એલસીબી ની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મોજે માંડવી શિવાજીનગર ફળિયામાં સંજયભાઈ દાજ્યાભાઈ નાઘરના ઓટલા પર ગોલ કુંડાળુ વાળી ગંજીપાના હાર જીતનો જુગાર રમાડે છે ચોક્કસ બાતમી વાળી જગ્યાએ રેડ કરતા પાંચ આરોપી તથા રૂ. 28,950 નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી આ કામગીરીમાં એન.જી પાચાણી પી.આઈ તથા જે. એલ. પટેલ પીએસઆઇ ,મુકેશભાઈ દિનેશભાઈ ,અક્ષય કુમાર, તેમજ નરેશભાઈ હીરાભાઈ આ કામગીરીમાં જોડાયા હતા…

Exit mobile version