સુરત લાલગેટ પોલીસે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપ્યો
ઉમર બારડોલીવાલા એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો
એમમડી લાવનાર આબીદ બારડોલીવાલા ભાગી ગયો
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે લાલગેટ પોલીસે એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો જ્યારે એમડી લાવનારને વોન્ટેડ જાહેર કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ અધિક પોલીસ કમિશનર મિણા, ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનર આહિરની સુચનાને લઈ પીઆઈ એચજે સોલંકીની ટીમ પીએસઆઈ એસએ અસારી સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે એએસઆઈ રવિરાજભાઈ, અહેકો દિલુભા, અપોકો હરેશભાઈ અને વુઅપોકો પુષ્પાબેનનાઓએ સાથે મળી પટની કોલોની સામે તાતવાડા ખાતે આવેલા મકાનમાં તપાસ કરતા ત્યાંથી ઉમર બારડોલીવાલા એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. જેથી પોલીસે એમડી ડ્રગ્સ અને મોબાઈલ સહિતની મત્તા કબ્જે કરી હતી જ્યારે એમડી લાવનાર આબીદ બારડોલીવાલા ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

