સુરત : કાપોદ્રા પોલીસે અપહરણ કરી જનારને ઝડપી પાડ્યો
પોલીસે રીક્ષા ચાલક ઈમરાન રૂસ્તમ કુરેશીને ઝડપી પાડ્યો
કાપોદ્રામાં યુવાનને માર મારી તેની પત્નિનુ અપહરણ કરી જનાર આરોપીઓમાંથી એકને ગણતરીના કલાકોમાં જ કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદમાંથી ગત 17મી જુલાઈના રોજ સાંજના સમયે કાપોદ્રા વરાછા મેઈન રોડ પર યુવાન તેની પત્નિ સાથે ઉભો હતો ત્યારે બિંકેશ ડામોર તથા દિનેશ અને અન્યોએ ત્યાં આવી યુવાન સાથે વાત કરી તેને પકડી રાખી માર મારી તેની પત્નિને રિક્ષામાં બેસાડી અપહરણ કરી ગયા હતા આ મામલે યુવાને કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદનોંધાવતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસની મદદથી અપહરણ કરનાર એક આરોપી એવા રીક્ષા ચાલક ઈમરાન રૂસ્તમ કુરેશીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્યોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

