Site icon hindtv.in

સુરત : કાકરાપાર નહેર 90 દિવસ બંધ

સુરત : કાકરાપાર નહેર 90 દિવસ બંધ
Spread the love

સુરત : કાકરાપાર નહેર 90 દિવસ બંધ
ડાંગર અને શેરડીને વ્યાપક નુકસાનની ભીતિ

કાકરાપર નહેર 90 દિવસ માટે બંધ રહેનાર હોય જેને લઈ ડાંગર અને શેરડીના પાકને વ્યાપક નુકશાન થશે તેવી રજુઆત ખેડૂત આગેવાને કરી હતી.

કાકરાપાર નહેર 90 દિવસ બંધ રહેશે તો ડાંગર અને શેરડીને વ્યાપક નુકસાન થશે. 60 દિવસમાં કામ પૂર્ણ કરાવવા કુંવરજી બાવળિયાને રજૂઆત કરી છે. જો કે ખેડૂત આગેવાન જયેશ દેલાડએ જણાવ્યુ હતું કે, 80,000 એકરમાં શેરડી અને 60 હજાર એકરમાં ડાંગરની રોપણી કરવામાં આવી છે. જો કે પાણી પુરવઠા મંત્રી 5 મીએ આ અંગે બેઠક યોજશે. 90 દિવસની જગ્યાને 60 દિવસ બંધ રાખવા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ છે. પાણી બંધ કરાશે તો શેરડી તથા ઉનાળુ ડાંગરના પાકને ભારે નુકસાન થશે. ખેડૂતોની માલિકીની ખાંડ સહકારી મંડળીઓને પાકનો પુરવઠો ઓછો મળશે જેને લીધે ખાંડ સહકારી મંડળીઓની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે તેમ જણાવાયુ હતું.

Exit mobile version