સુરત : મજાક મસ્તીમાં મિત્રના હાથે યુવકની હત્યા
મિત્રએ જ યુવકનું ગળુ દબાવ્યા બાદ ધક્કો મારી દેતાં મોત,
પોલીસે 18 વર્ષીય રવિ વિજય વસાવાની ધરપકડ કરી
સુરતના વેલંજા ખાતે બે મિત્રો વચ્ચે ચાલતી મજાકમાં ઝઘડો થતા એકનુ ગળુ દબાવી ધક્કો મારતા પડી ગયેલા મિત્રનું મોત નિપજ્યુ હતુ જે મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી મિત્રની ધરપકડ કરી હતી.
સુરતના ઉત્રાણ પોલીસ મથકની હદમાં વેલંજા પાસે ઉમરાગામ પાસે કરીયાણાની દુકાન નજીક મિત્રો વચ્ચે મસ્તી કરવામાં ઝગડો થયો હતો. જેમાં બંને મારામારી પર ઉતરી આવ્યા હતા. જેમાં રવિ વસાવાએ રાજેશ રાઠોડનું ગળું દબાવી ધક્કો મારી દેતા રાજેશને માથામાં ગંભીર ઈજાઓ થતા તેનું મોત થયું હતું. ઉત્રાણ પોલીસે પિતા સુમન રાઠોડની ફરિયાદના આધારે ઉમરાગામ ખાતે આવેલ હળપતિવાસમાં રહેતા રવિ વિજય વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

