Site icon hindtv.in

સુરત : જ્વેલર્સની દુકાનમાં બાકોરૂં પાડી દાગીનાની ચોરી કરી

સુરત : જ્વેલર્સની દુકાનમાં બાકોરૂં પાડી દાગીનાની ચોરી કરી
Spread the love

સુરત : જ્વેલર્સની દુકાનમાં બાકોરૂં પાડી દાગીનાની ચોરી કરી
ક્રાઈમ બ્રાન્ચની ટીમે 1.40 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

પાંડેસરા પોલીસ મથકની હદમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરૂ પાડી દાગીના અને રોકડની ચોરી કરનાર રીઢાઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં.

સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં જય અંબે જ્વેલર્સમાં પાછળની સાઈડે દિવાલમાં બાકોરૂ પાડી જ્વેલર્સમાંથી લાખઓના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓને ઝડપી પાડવા પાંડેસરા પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સુરત રેલ્વે સ્ટેશન સબરસ હોટલ પાસે લંબે હનુમાન રોડ પરથી ત્રણ રીઢા ચોરો નંદુ લુણા ડામર, દિવાન ધુલેસિંઘ ગામડ અને મુકેશ કાલુ દોડીયારને ઝડપી પાડયા હતા અને તેઓ પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિતની મત્તા મળી 1 લાખ 40 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તેઓનો કબ્જો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. તો રીઢાઓએ ગાંધીધામના અંજાર પોલીસ મથકની હદમાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.

Exit mobile version