Site icon hindtv.in

આંતર રાજ્ય ખેર લાકડાના તસ્કરીનો પર્દાફાસ કરતુ સુરત વન વિભાગ

આંતર રાજ્ય ખેર લાકડાના તસ્કરીનો પર્દાફાસ કરતુ સુરત વન વિભાગ
Spread the love

આંતર રાજ્ય ખેર લાકડાના તસ્કરીનો પર્દાફાસ કરતુ સુરત વન વિભાગ
તેલંગણા, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ખેરના લાકડાની હેરાફેરી થતી હતી.
2055 મેટ્રિક ટન ગેરકાયદેસર સંગ્રહ કરેલ ખેરનું લાકડું જપ્ત

સુરત વન વિભાગે આંતર રાજ્ય ખેર લાકડાના તસ્કરીનો પર્દાફાસ કર્યો. ડુપ્લીકેટ પાસથી તેલંગણા, કર્ણાટક, મહારાષ્ટ્રમાં ખેરના લાકડાની હેરાફેરી થતી હતી.

સુરત વન વર્તુળે આંતરરાજ્ય ખેર તસ્કરી કરતી સંગઠિત અપરાધની ગેંગનો પર્દાફાશ કર્યો છે. માંડવી દક્ષિણ રેંજમાં તારીખ 14 જુનના રોજ દાખલ અંતરરાજ્ય ખેર તસ્કરીના ગુનાની ઝીણવટ તપાસ કરતાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક, દિલ્હી અને હરિયાણા સહિત રાજ્યોમાં થતી હોવાનો તપાસ દરમિયાન મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેની શાલીમાર એન્ટરપ્રાઇઝ નામના ડેપોમાંથી આશરે 2055 મેટ્રિક ટન ગેરકાયદેસર સંગ્રહ કરેલ ખેરનું લાકડું જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સુરત વન વિભાગ E.D. સુરતની ટીમ સાથે મળીને પણ તપાસ આદરી છે. જેમાં ડુબલીકેટ પાસથી તેલંગાણા કર્ણાટકા મહારાષ્ટ્ર માં ખેરના લાકડાની તસ્કરી થતી હતી. આ કેસમાં તેલંગણા રાજ્યમાં ઇમરાન ખાન બસીર મેહબૂબ અને ફિરોઝ ખાન બસીર મેહબૂબ વિરુદ્ધ ઝહીરાબાદ, મેદક અને સાંગારેડ્ડી ટાઉન પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ F.I.R. દાખલ કરવામાં આવી છે. આ ગેંગ તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર રાજ્યોમાંથી ખોટા ટ્રાન્ઝિટ પાસ વડે ખેરની તસ્કરી કરતી હતી. તેઓ તેલંગણા રાજ્યમાંથી ચોરી કરેલા T.P. પાસને વારંવાર ડુપ્લિકેટ બનાવી, ખોટા સહી-સિક્કા કરીને તથા સુરેશકુમાર નામના બનાવટી R.F.O.નું ખોટું નામ બનાવી ઉપયોગ કરતા હતા. ​આ બનાવટી પાસનો ઉપયોગ કર્ણાટકની ભાલકી ચેકપોસ્ટ અને મહારાષ્ટ્રની ધાતરવડી ચેકપોસ્ટ પર કરી, ઇન્ડિયન ટીમ્બર ડેપો, અક્કલકુવા (મહારાષ્ટ્ર)ના નામે ખોટા T.P. મેળવી, લાકડાં મધ્યપ્રદેશના શાલીમાર એન્ટરપ્રાઇસમાં જમા કરાવી, ત્યાંથી પંજાબ, હરિયાણા, દિલ્હી અને ચિપલૂનની કાથા ફેક્ટરીઓમાં સપ્લાય થતાં હતા….

Exit mobile version