ભાવનગર ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી ઉપર હુમલાના સુરતમાં પડઘા
પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો
સૌરાષ્ટ્રના ગામડાઓમાં હુમલાઓની ઘટનાઓ વધતા સુરતમાં મિટિંગ
સૌરાષ્ટ્રીયનો સુરતને કર્મભુમિ બનાવી ગામડાઓમાં જતા ન હોય જેને લઈ ત્યાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટના બનતા સુરતમાં સૌરાષ્ટ્રીયનોએ બેઠક કરી ગામડાઓને ફરી જીવંત કરવા ચર્ચા કરી હતી.
સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે. અને તેને લઈ સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં રહે છે. છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ વધી રહી છે. તો હાલમાં ભાવનગરના દેવળીયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો. વૃદ્ધાનું ગળું દબાવી અને બે લાફા મારી અભદ્ર ભાષામાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા હતા અને એકજૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. જેમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા, વિજય માંગુકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતાં. અને ગામડાઓમાં પોલીસ તંત્ર આટલી બધી મદદ કરતું હોવા છતાં ગામડાના લોકો ડરે છે. ત્યારે સુરતની અંદર પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગનો એક જ માત્ર હેતુ હતો કે કે ગામડાઓને જીવંત કરવા. તો આ મીટીંગમાં પાટીદાર આગેવાનો સહિત મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતાં.

