Site icon hindtv.in

સુરત ડુમસના વિકેન્ડ ફ્રેન્ડશીપ ડેની દારૂ પાર્ટી

સુરત ડુમસના વિકેન્ડ ફ્રેન્ડશીપ ડેની દારૂ પાર્ટી
Spread the love

સુરત ડુમસના વિકેન્ડ ફ્રેન્ડશીપ ડેની દારૂ પાર્ટી
ફ્રેન્ડશીપ ડેની દારૂપાર્ટીમાં 4 વેપારી અને 2 મહિલા પકડાયા
પોલીસે દારૂની બોટલો સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો

 

ડુમસ પોલીસે ફ્રેન્ડશીપ ડે નિમિત્તે ડુમસ સાઇલન્ટ ઝોન પાસે આવેલ વિકેન્ડ એડ્રેસ નામની હોટલના ચોથા માળે દારૂની મહેફીલ માણતા બે વેપારી તેમજ બે મહિલા પેઇન્ટિંગ આરટીસ્ટ સહિત છ આરોપીઓને ઝડપી પાડી દારૂની બોટલો સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો  હતો.

ડુમસ પોલીસે જણાવ્યુ હતું કે રવિવારે ફ્રેન્ડશીપ ડે હોવાથી સુરત શહેર પોલીસ દ્વારા હોટલ તેમજ બીચ ઉપર ચાલતી દારૂની મહેફિલ તેમજ રેવ પાર્ટી ઉપર બાજ નજર રાખવામાં આવી હતી. દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમમાંથી પીસીઆર જન-રક્ષક ૧૧૨ પર કોલ મળતા ડુમસ પોલીસ એક્શનમાં આવી હતી. અને ડુમસ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બી.એલ. તિવારીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ અને વુમન પી.એસ.આઈ. પારુલ કાનાભાઈની એક ટીમ બનાવી તાત્કાલિક ડુમસ સાઇલન્ટ ઝોન પાસે આવેલ વિકેન્ડ એડ્રેસ નામની હોટલના ચોથા માળે રૂમ નંબર 443માં રેડ પાડી ફ્રેન્ડશીપડે નિમિત્તે દારૂની મહેફિલ માણતા આરોપી મીત હિંમાશુભાઇ વ્યાસ, કેમિક્લ વેપારી સમક્તિ કલાપીભાઈ વિમાવાલ, શ્લોક ભાવેશ દેસાઈ, ટેક્ષ્ટાઈલ વેપારી સંકલ્પ અજયકુમાર પટેલ, પેઈન્ટિંગ આરટીસ્ટ મોસમ યજ્ઞેશ દલાલ, સહિત છ ને ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી બેલેન્ટાઈન ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કિની 750 એમએલની એક બોટલ તથા પ્લાસ્ટીકના ગ્લાસ અને સાત મોબાઇલ 2.55 લાખનો નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ હતી.

Exit mobile version