Site icon hindtv.in

સુરત જિલ્લા શિક્ષણ તંત્ર એક્શનમાં આવ્યું

સુરત જિલ્લા શિક્ષણ તંત્ર એક્શનમાં આવ્યું
Spread the love

સુરત જિલ્લા શિક્ષણ તંત્ર એક્શનમાં આવ્યું
ડીઈઓએ તમામ શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી
નિયમિત સફાઈ અને ડ્રેનેજની ચકાસણી કરવાની પણ સૂચના

આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થાય તે પહેલા સુરત જિલ્લા શિક્ષણ તંત્ર એક્શનમાં આવ્યું હોય તેમ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડીઈઓએ તમામ શાળાઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે.

ચોમાસા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરતના જિલ્લા શિક્ષણાધિકારી એટલે કે ડીઈઓ દ્વારા તમામ સરકારી અને ખાનગી શાળાઓને કડક સૂચનાઓ આપવામાં આવી છે. શાળાના જર્જરિત વર્ગખંડો અથવા જોખમી ભાગોને તાત્કાલિક તોડી પાડવા, પરિસરમાં આવેલા જોખમી વૃક્ષો અને ડાળીઓ દૂર કરવા તેમજ ખુલ્લા વીજ વાયરોનું સમારકામ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ભારે વરસાદ દરમિયાન દરેક વિદ્યાર્થી સુરક્ષિત રીતે ઘરે પહોંચે ત્યાં સુધી શિક્ષકોને શાળામાં હાજર રહેવાનું રહેશે. સાથે જ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા નિયમિત સફાઈ અને ડ્રેનેજની ચકાસણી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. સુરક્ષામાં કોઈપણ પ્રકારની બેદરકારી સામે આચાર્ય અથવા સંચાલકો વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

Exit mobile version