Site icon hindtv.in

સુરત જિલ્લા કલેકટરાલયે ટેટની મુક્તિની માંગ સાથે વિરોધ

સુરત જિલ્લા કલેકટરાલયે ટેટની મુક્તિની માંગ સાથે વિરોધ
Spread the love

સુરત જિલ્લા કલેકટરાલયે ટેટની મુક્તિની માંગ સાથે વિરોધ
શિક્ષકો દ્વારા સ્વાભિમાન ધરણાનુ આયોજન કરાયુ
સરકારે તાત્કાલિક ટેટ પરીક્ષામાંથી શિક્ષકોને મુક્તિ આપવી જોઈએ

ટેટની મુક્તિની માંગ સાથે સુરત જિલ્લા કલેકટરાલયે શિક્ષકો દ્વારા સ્વાભિમાન ધરણાનુ આયોજન કરાયુ હોય જેમાં પ્લેકાર્ડ સાથે દેખાવો કરાયા હતાં.

સુરતમાં ટેટ મુક્તીની માંગ સાથે શિક્ષકો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ સ્વાભિમાન ધરણા યોજી દેખાવો કરાયા હતાં. શિક્ષકોએ ધરણા દરમિયાન હાથમાં વિવિધ પ્લેકાર્ડ દેખાડ્યા હતાં. અને વર્ષો જૂના શિક્ષકોને એકાએક ટેટ પરીક્ષા ફરજિયાત કરાતા રોષ વ્યક્ત કર્યો હતો. શિક્ષકો એ કહ્યું હતુ કે આ નિર્ણય તદ્દન ખોટો છે. સરકારે તાત્કાલિક ટેટ પરીક્ષામાંથી શિક્ષકોને મુક્તિ આપવી જોઈએ. શિક્ષકો જોડે આ અન્યાય છે. ટેટ પરીક્ષા પહેલા ફરજિયાત ન હતી. એકાએક કાયદો લાવવામાં આવ્યો છે. સુપ્રીમ નો નિર્ણય શિરોમાન્ય છે. પરંતુ વડાપ્રધાન અને કેન્દ્રીય શિક્ષણમંત્રી હસ્તક્ષેપ કરે તેવી માંગ કરી હતી. ટેટ ફરજિયાત કરતા ભારતભરના શિક્ષકો પર તેની અસર પડશે. જેથી શિક્ષકોને તાત્કાલિક ટેટમાંથી મુક્તિ આપવામાં આવે તેવી રજુઆત કરાઈ હતી.

Exit mobile version