Site icon hindtv.in

સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારની ધામડોદ ગ્રામ પંચાયતમાં સરપ્રાઇઝ વિઝિટ

સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારની ધામડોદ ગ્રામ પંચાયતમાં સરપ્રાઇઝ વિઝિટ:
Spread the love

સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારની ધામડોદ ગ્રામ પંચાયતમાં સરપ્રાઇઝ વિઝિટ: વહીવટી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા

​​સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે બારડોલી તાલુકાના ધામડોદ ગ્રામ પંચાયતની ઓચિંતી મુલાકાત લેતા સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે ગ્રામ પંચાયતની મહેસૂલી કામગીરીથી લઈને આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓનું સ્થળ પર બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ​

૭/૧૨ ના ઉતારાની ચકાસણી અને અધિકારીઓ સાથે બેઠક ​ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત દરમિયાન કલેક્ટર તેજસ પરમારે ખાસ કરીને ખેડૂતો અને જમીનને લગતા મહત્વના દસ્તાવેજ એવા ૭/૧૨ ના રજિસ્ટરોની ઝીણવટભરી તપાસ કરી હતી. મહેસૂલી દફતરો નિયમિત અને અપ-ટુ-ડેટ રાખવા અંગે તેમણે જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત, તેમણે બારડોલી તાલુકાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સમયસર પહોંચાડવા માટે કડક આદેશો આપ્યા હતા. આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત ​ગામમાં આવેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (આયુષ્માન દવાખાના) ની મુલાકાત લઈ કલેક્ટરે ત્યાં ઉપલબ્ધ તબીબી સુવિધાઓ, દવાનો જથ્થો અને દર્દીઓને અપાતી સેવાઓની સમીક્ષા કરી હતી. આરોગ્ય સ્ટાફને માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારના નાગરિકોને ઘરઆંગણે જ ઉત્તમ સારવાર મળી રહે તે દિશામાં વહીવટી તંત્ર કટિબદ્ધ છે. ડ્રોપ આઉટ’ વિદ્યાર્થીઓ સાથે સંવાદ: શિક્ષણ પ્રત્યે જાગૃતિનો પ્રશંસનીય પ્રયાસ ​આ મુલાકાતની સૌથી મહત્વની કડી શિક્ષણ ક્ષેત્રે જોવા મળી હતી. રાજ્ય સરકારના ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવાના અભિયાન અંતર્ગત, કલેક્ટરે ધામડોદ ગામના એવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી જેમણે અધવચ્ચેથી ભણતર છોડી દીધું હતું. કલેક્ટરે આ બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવી, ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે પુનઃ શાળાએ જવા અને આગળ અભ્યાસ શરૂ કરવા માટે પ્રેરણાત્મક સમજાવટ કરી હતી.

“સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓનું ગ્રામ્ય સ્તરે યોગ્ય અમલીકરણ થાય તે હેતુથી આ મુલાકાત લેવાઈ છે. મહેસૂલી કામગીરી પારદર્શક બને, આરોગ્ય સેવાઓ સુદ્રઢ રહે અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે અમારી પ્રાથમિકતા છે….

Exit mobile version