Site icon hindtv.in

સુરત ડિંડોલી પોલીસે હત્યાના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપ્યો

સુરત ડિંડોલી પોલીસે હત્યાના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપ્યો
Spread the love

સુરત ડિંડોલી પોલીસે હત્યાના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપ્યો
ભેસ્તાન ઓવર બ્રિજ નીચે થયેલ હત્યાના ગુનાનો આરોપી
હત્યારા રકબીરસિંહ ઉર્ફે રઘુવીરસિંહ ટાંક ચીકલીગરને ઝડપ્યો

સુરત ડિંડોલી પોલીસે ડિંડોલી ભેસ્તાન ઓવર બ્રિજ નીચે થયેલ હત્યાના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં ભેસ્તાન ઓવર બ્રિજ નીચે આકાશ પાટીલની તેના જ મિત્ર રકબીરસિંહ ઉર્ફે રઘુવીરસિંહ ચીકલીગરએ નજીવી બાબતે થયેલા ઝઘડામાં હત્યા કરી હોય જે મામલે ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ સુરત પોલીસ કમિશનર અનુપમસિં ગહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર એનપી ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઈ આરજે ચુડાસમા અને કે.એ ચૌહાણની ટીમ પીએસઆઈ એલએચ મસાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ યોગેશભાઈ અને અહેકો વિપુલભાઈ તથા મીહીરભાઈ અને અનિલભાઈએ ચોક્કસ બાતમીના આધારે આરોપીનુ લોકેશન ટ્રેસ કરી ભેસ્તાન આવાસ બી બ્લોકના પાછળની દીવાલ કુદી ભાગી રહેલા આરોપી હત્યારા રકબીરસિંહ ઉર્ફે રઘુવીરસિંહ ટાંક ચીકલીગરને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version