Site icon hindtv.in

સુરત ડિંડોલી પોલીસે મિત્રની હત્યા કરનારને ઝડપ્યો

સુરત ડિંડોલી પોલીસે મિત્રની હત્યા કરનારને ઝડપ્યો
Spread the love

સુરત ડિંડોલી પોલીસે મિત્રની હત્યા કરનારને ઝડપ્યો
હત્યા કરી ભાગી છુટેલા હત્યારાઓમાં બેને ઝડપ્યા
સોનુ ઉર્ફે સોની મનોજ વર્મા અને સની વિજય ચૌહાણને ઝડપ્યા

સુરત ડિંડોલી પોલીસે મિત્રની જ હત્યા કરી ભાગી છુટેલા હત્યારાઓમાં બેને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 12મી માર્ચના રોજ રાત્રીના સમયે ડિંડોલીનવાગામ ખાતે આવેલ રામદેવ નગર પ્લોટ નંબર 66ના રૂમ નંબર 3માંથી ધિરજસિંઘ રાજપુતની હત્યા કરાયેલી લાશ મળી આવી હોય જે મામલે ફરિયાદ નોંધ્યા બાદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર, મદદનીશ પોલીસ કમિશનર એનપી ગોહિલની સુચનાને લઈ પીઆઈ આરજે ચુડાસમાની ટીમ પીએસઆઈ ડીએ ગોહિલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ પુનાભાઈ તથા અપોકો ભુપેન્દ્રસિંહએ બાતમીના આધારે ધિરજસિંઘ રાજપુતની હત્યા કરી ભાગી છુટેલા હત્યારા સોનુ ઉર્ફે સોની મનોજ વર્મા અને સની વિજય ચૌહાણને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Exit mobile version