Site icon hindtv.in

સુરત : કરોડો રૂપિયાનું કાપડ મંગાવ્યા બાદ રૂપિયા ન આપી ઠગાઈ

સુરત : કરોડો રૂપિયાનું કાપડ મંગાવ્યા બાદ રૂપિયા ન આપી ઠગાઈ
Spread the love

સુરત : કરોડો રૂપિયાનું કાપડ મંગાવ્યા બાદ રૂપિયા ન આપી ઠગાઈ
યુપીવાસી બે આરોપીઓને સચીન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા
આરોપીઓએ 4 કરોડ 79 લાખ 44 હજારથી વધુની ચીટીંગ કરી હતી

કરોડો રૂપિયાનું કાપડ મંગાવ્યા બાદ રૂપિયા ન આપી ઠગાઈ આચરનાર યુપીવાસી બે આરોપીઓને સચીન જીઆઈડીસી પોલીસની ટીમે ઝડપી પાડ્યા હતાં.

સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવાયુ હતું કે ફરિયાદીની કંપનીમાંસેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા સેલ્સ મેનેજરે યુપી તથા રાજસ્થાનના અલગ અલગ વેપારીઓ સાથે મળી કંપનીમાંથી અલગ અલગ બીલથી કાપડ મંગાવી તેના રૂપિયા ન ચુકવી 4 કરડો 79 લાખ 44 હજારથી વધુની ચીટીંગ કરી હતી જે ગુનામાં નાસતા ફરતા આરોપીઓ જેમાં ઉત્તર પ્રદેશના મેરઠના નફીસ નઝીર અહમદ અને જુનેદ નફીસ અહમદને સચીન જીઆઈડીસી પોલીસે મેરઠથી ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version