Site icon hindtv.in

સુરત સાયબર ક્રાઈમે એમપીના રીવા અને યુપીના મિર્ઝાપુરની ગેંગ ઝડપી

સુરત સાયબર ક્રાઈમે એમપીના રીવા અને યુપીના મિર્ઝાપુરની ગેંગ ઝડપી
Spread the love

સુરત સાયબર ક્રાઈમે એમપીના રીવા અને યુપીના મિર્ઝાપુરની ગેંગ ઝડપી
નિવૃત સીનીયર સીટીઝનના મોબાઈલ ફોનમાં બનાવટી ડીઝીટલ લીંક મોકલી
પ્રોવીડન્ડ ફન્ડના 8 લાખ રૂપીયાથી વધુ ઓનલાઈન ટ્રાન્સફર

સુરત સાયબર ક્રાઈમની ટીમે નિવૃત સીનીયર સીટીઝનના મોબાઈલ ફોનમાં બનાવટી ડીઝીટલ લીંક મોકલી સાયબર ફ્રોડ કરનારા મધ્યપ્રદેશના રીવા અને યુપીના મિર્ઝાપુરની ગેંગને ઝડપી સુરત સાયબર ક્રાઈમે ઝડપી પાડવામા સફળતા મેળવી છે.

સુરત સાયબર ક્રાઈમ પાસેથી મળતી માહિતી મુજબ વેસ્ટન રેલ્વેમા મીકેનીકલ ફીટર ગ્રેડ વનમાથી વયમર્યાદાને કારણે નિવૃત થયેલા ફરીયાદીને ડીઆરએમ ઓફીસમાંથી બોલતા હોવાની ખોટી ઓળખામ મોબાઈલ ફોનમાં આપી તમારૂ પેન્શન હાલ બંધ છે તે ચાલુ કરવામાટે ઓટીપી આપવાનુ જણાવી ડીઝીટલ લીંક મોકલી તેના પર ક્લિક કરવાનુ જણાવી મોબાઈલ ફોન હેક કરી પ્રોવીડન્ડ ફન્ડના 8 લાખ રૂપીયાથી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધુ હતું. જે અંગે ફરિયાદ નોંધાતા જ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશનર વત્સ, નાયબ પોલીસ કમિશનર બિશાખા ઝૈન, મદદનીશ પોલીસ કમિશનર એસઈ ડેન્યલ્સની ટીમ તપાસમાં જોડાઈ હતી. અને ત્વરિત તપાસ હાથ ધરતા જાણવા મળ્યુ હતુ કે ઉત્તરપ્રદેશના મિર્ઝાપુર તથા મધ્યપ્રદેશના રિવા ખાતેથી ફ્રોડ કરાયુ છે

સુરત પોલીસે તપાસ હાથ ધરી આરોપી પ્રાંશુ ઉર્ફે પ્રિયાંશુ પાઠક તેમજ અન્ય આરોપીઓ જેમા મોહમદ ગુલફામ જાકિર હુશેન, અભિનવ રાજેશ્રી પ્રસાદ પાંડે, સમીર નાઝીર હુસૈન, ધર્મરાજ મુન્નુરામ વિશ્વકર્મા, આદિત્ય જયકુમાર સહાની, આફતાબ મહેબુબ હુસૈન, તોફીક અલી, શાહનવાઝ મેહતાબ અલી, પ્રાંશુ ઉર્ફે પ્રિયાંશુ પાઠક, સહીત કુલ નવ આરોપીઓની પોલીસે ધરપકડ કરીને ડિઝીટલ ફ્રોડ કરતી ગેંગને ઝડપી પાડવામા સફળતા મેળવી છે.

Exit mobile version