Site icon hindtv.in

સુરત સાયબર ક્રાઈમની ટીમે મિલન દરજી ગેંગ સામે ગુજસીટોક કર્યો

સુરત સાયબર ક્રાઈમની ટીમે મિલન દરજી ગેંગ સામે ગુજસીટોક કર્યો
Spread the love

સુરત સાયબર ક્રાઈમની ટીમે મિલન દરજી ગેંગ સામે ગુજસીટોક કર્યો
દુબઈથી સાયબર ક્રાઈમ આચરતી આંતર રાષ્ટ્રીય મિલન દરજી ગેંગ
દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા

સુરત સાયબર ક્રાઈમની ટીમે દુબઈથી સાયબર ક્રાઈમ આચરતી આંતર રાષ્ટ્રીય મિલન દરજી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હોય જેમાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત સાયબર ક્રાઈમની ટીમે દુબઈમાં બેસી આંતર રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ આચરતી મિલન દરજી ગેંગ સામે ગુજસીટોકનો હથિયાર ઉગામ્યો હતો અને તે ગુનામાં અગાઉ અનેક આરોપીઓને ઝડપી પાડ્યા હતા તો આ ગુનામાંસંડોવાયેલા અને છેલ્લા દોઢ વર્ષથી સુરત સાયબર ક્રાઈમની ટીમને હંફાવતા મયુર ઉર્ફે બેરીયો દયાળ કાકડીયા તથા વિશાલ ઉર્ફે ગોળી ભરત ગોધાણીને ઝડપી પાડ્યા હતાં. જ્યારે આ ગુનામાં અગાઉ અજય ઈટાલીયા, જલ્પેશ નડીયાદરા, વિશાલ ઠુમ્મર, હિરેન બરવાળીયા, બ્રિજેશ ઈટાલિયા, કેતન વેકરીયા, નાનજી બારૈયા, હિત જસાણી, ચંદ્રેશ કાકડીયા, દશરથ ધાંધલીયા, અનિલ ખેની, યોગેશ કુંભાણી, રાજ રૈયાણી, નિખીલ મકવાણા, પ્રતિક મકવાણા, રજની કાછડીયા અને મિતેશ સલીયાને સાયબર ક્રાઈમે ઝડપી પાડી જેલમાં ધકેલી દીધા છે.

Exit mobile version