Site icon hindtv.in

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરાર આરોપીઓને ઝડપી પાડવા મેદાને

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરાર આરોપીઓને ઝડપી પાડવા મેદાને
Spread the love

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરાર આરોપીઓને ઝડપી પાડવા મેદાને
વચગાળાના જામીન મેળવી બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયા
સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીએન સાયણ ચેકપોસ્ટ પરથી ઝડપી પાડી

અમદાવાદ સાબરમતી જેલમાં એન.ડી.પી.એસ.ના ગુનામાં બંધ અને વચગાળાના જામીન મેળવી બે વર્ષથી ભાગતા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે સાયણ ચેકપોસ્ટ પરથી ઝડપી પાડી તેનો કબ્જો અમદાવાદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસતા ફરતા આરોપીઓ અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કવોર્ડની ટીમે બાતમીના આધારે અમરોલી સાયણ ચેક પોસ્ટ પરથી એનડીપીએસ એક્ટ મુજબના ગુનામાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ અને વચગાળાના જામીન મેળવી બે વર્ષથી નાસતા ફરતા આરોપી એવા મુળ ઓરિસ્સાનો અને હાલ પાંડેસરા ખાતે આવિર્ભાવ સોસાયટીમાં રહેતા સુશાંત લખન બીસ્વાલને ઝડપી પાડી તેનો કબ્જો અમદાવાદ સાબરમતી જેલને સંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version