Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોન્ટેડ આરોપીને ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોન્ટેડ આરોપીને ઝડપ્યો
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોન્ટેડ આરોપીને ઝડપ્યો
9 વર્ષથી કાપોદ્રા પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીને ઓરિસ્સાથી ઝડપ્યો
અંગુલમાં રહેતા નિલેશ વાલજી ગજેરાને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 9 વર્ષથી કાપોદ્રા પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીને ઓરિસ્સાથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર સહિતનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે વાહન ચોરી સ્કવોડની ટીમે બાતમીના આધારે કાપોદ્રા પોલીસ મથકમાં નવ વર્ષથી વોન્ટેડ મુળ અમરેલીનો અને હાલ ઓરિસ્સા ખાતે અંગુલમાં રહેતા નિલેશ વાલજી ગજેરાને ઝડપી પાડી ત્યાંથી તેનો કબ્જો લઈ સુરત લાવી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version