Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢાઓને ઝડપી પાડ્યા

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢાઓને ઝડપી પાડ્યા
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢાઓને ઝડપી પાડ્યા
અડાજણના બંધ બંગલામાં રાત્રી દરમિયાન ઘરફોડ ચોરી
કિશોર ઉર્ફે કેપી ગુરંગ, બિશાલ ઈશ્વર ખડકા અને નૈનબહાદુર પ્રેમબહાદુર સાઉદ

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે દિવાળી સમયે અડાજણના બંધ બંગલામાં રાત્રી દરમિયાન ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢાઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની વીવીધ ટીમો નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની વાહન ચોરી સ્કોડની ટીમે બાતમીના આધારે પાલ લેક ગાર્ડ પાસેથી ત્રણ રીઢા નેપાળી ચોરો કિશોર ઉર્ફે કેપી ગુરંગ, બિશાલ ઈશ્વર ખડકા અને નૈનબહાદુર પ્રેમબહાદુર સાઉદને ઝડપી પાડ્યા હતાં. તો આ ટોળકીના અગાઉ ત્રણ રીઢાઓ ભોપીન્દ્ર પ્રેમસિંગ સારકી, રોશન હરેશ સારકી અને સૌરભ રમેશ કનોજીયાને પણ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતાં. ત્યારે હાલ ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરતા દિવાળી વેકેશન સમયે અડાજણમાં બંધ બંગલામાં રાત્રી દરમિયાન ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓનો કબ્જો અડાજણ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Exit mobile version