સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા વાહન ચોરને ઝડપ્યો
પાંડેસરામાં નોંધાયેલા ગુનાનો ભેદઉકેલી કાઢ્યો
વાહન ચોર નયન ભરત નિકમને ઝડપ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાહન ચોરી કરનાર રીઢાને ઝડપી પાડી પાંડેસરામાં નોંધાયેલા ગુનાનો ભેદઉકેલી કાઢ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવા આપેલી સુચાને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો મેદાને હતી ત્યારે એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કોડની ટીમે બાતમીના આધારે પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા વાહન ચોર નયન ભરત નિકમને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી હોન્ડા સ્પ્લેન્ડર કબ્જે કરી તેનો કબ્જો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

