સુરત ક્રાઈમ બ્રાન્ચે ખટોદરામાંથી દેશી તમંચો ઝડપ્યો
હાથ બનાવટના દેશી તમંચા સાથે મધ્યપ્રદેશના યુવાનને ઝડપ્યો
ડ્રાઈવર પ્રદિપકુમાર કમલેશપ્રસાદ પટેલને ઝડપી પાડ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચે ખટોદરા વિસ્તારમાંથી હાથ બનાવટના દેશી તમંચા સાથે મધ્યપ્રદેશના યુવાનને ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આગામી તહેવારોને લઈ પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની બાતમીના આધારે ખટોદરા પોલીસ મથકની હદમાંથી મુળ મધ્યપ્રદેશના સતનાનો અને હાલ પાંડેસરા ગ્વાલક રોડ પર રહેતા ડ્રાઈવર પ્રદિપકુમાર કમલેશપ્રસાદ પટેલને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

