Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચે અલથાણમાંથી હરણ ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા

સુરત ક્રાઈમ બ્રાન્ચે અલથાણમાંથી હરણ ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે અલથાણમાંથી હરણ ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા
પાનની દુકાનનું શટર તોડી ચોરી કરનાર બે રીઢા ઝડપાયા
આરોપીઓ પાસેથી રોકડ ₹1.20 લાખ સહિત લાખોની મત્તા કબજે

સુરત ક્રાઇમ બ્રાન્ચે અલથાણ વિસ્તારમાં પાનની દુકાનનું શટર તોડી ચોરી કરનાર કહેવાતી હરણ ગેંગના બે રીઢાઓને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ 1.20 લાખ સહિત લાખોની મ્તતા કબ્જે કરી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તહેવારોને લઈ પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધારી રહી છે ત્યારે સુરતના અલથાણ વાસ્તુ ડિસ્કવરી વિસ્તારમાં આવેલી શિવશક્તિ પાનની દુકાનમાં શટર તોડી ચોરી કરનાર આરોપીઓની તપાસ કરતી ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન સ્કોડને મળેલી બાતમીના આધારે બોટનિકલ ગાર્ડન નજીકથી બે શખ્સોને કાળા રંગની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપી પંકજ મનોજભારતી ગોસ્વામી અને પવન સંજયકુમાર પાસવાન પાસેથી રોકડા 1.20 લાખ અને આશરે 30 હજારની કિંમતની મોટરસાયકલ કબજે કરી હતી. પોલીસની પૂછપરછમાં પંકજ ગોસ્વામીએ તેના સાગરીતો સાથે મળીને અલથાણની શિવશક્તિ પાનની દુકાનનું શટર તોડી ગલ્લામાંથી 1.90 લાખની ચોરી કરી હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે પવન પાસવાને તેના મિત્ર સાથે મળીને નવસારી બસ ડેપો સામે આવેલા કે.કે. પ્લાઝાના પાર્કિંગમાંથી આ મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓ કહેવાતી હરણ ગેંગ સાથે સંકળાયેલા હોવાનુ જણાવી ગેંગ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version