Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચે 8 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચે 8 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે 8 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
અમરોલી પોલીસ મથકમાં 10 કરોડથી વધુની ઠગાઈના ગુના
નાસતા ફરતા આરોપીને ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચે અમરોલી પોલીસ મથકમાં 10 કરોડથી વધુની ઠગાઈના ગુનામાં 8 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઓરિસ્સાના ગંજામ થી ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા શહેરમાં વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ચેઈન સ્નેચીંગ સ્કોડની ટીમે બાતમીના આધારે ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં જઈ ત્યાંથી અમરોલી પોલીસ મથકમાં 8 વર્ષ થી 10 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા ઠગ રૂશીયા લોકનાથ ગૌડાને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેનો કબ્જો અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version