Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચે 28 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચે 28 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે 28 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો
સચીન પોલીસ મથકમાં હત્યાના ગુનામાં 28 વર્ષથી ફરાર
આરોપીને ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચે સચીન પોલીસ મથકમાં હત્યાના ગુનામાં 28 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઓરિસ્સાના ગંજામ થી ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ દ્વારા શહેરમાં વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ખુન ખુનની કોશિષ અને ધાડ લુંટ સ્કોડની ટીમે બાતમીના આધારે ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં જઈ ત્યાંથી સચીન પોલીસ મથકમાં 28 વર્ષ થી હત્યાના ગુનામાં નાસતા ફરતા હત્યારા વિજય ઉર્ફે બીજી કૃષ્ણ ઉર્ફે કુસીયો સ્વાંઈને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેનો કબ્જો સચીન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version