Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચે બે વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચે બે વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે બે વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો
ટેલીગ્રામ મારફતે પાર્ટ ટાઈમ જોબ અને વધુ નફાની લાલચ આપતા
50 લાખથી વધુના ઓનલાઈન ફ્રોડ કેસમાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી

સુરત ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ મથકમાં ટેલીગ્રામ મારફતે પાર્ટ ટાઈમ જોબ અને વધુ નફાની લાલચ આપી લોકો સાથે 50 લાખથી વધુના ઓનલાઈન ફ્રોડ કેસમાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપીને સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

જૂનાગઢ રેન્જ સાયબર પોલીસમાં નોંધાયેલા 50.51 લાખના સાયબર ફ્રોડ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ફરાર આરોપી ઇનામુહુસન મોહમદઉમર કટપીસવાલાની ધરપકડ કરી છે. આરોપીએ ટેલિગ્રામ પર નકલી આઈડી બનાવી પાર્ટ-ટાઇમ જોબ અને રોકાણ પર વધુ નફાની લાલચ આપી ભોગ બનનાર પાસેથી 28 અલગ-અલગ બેંક ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ કેસમાં અગાઉ અન્ય સાત આરોપીઓની પણ ધરપકડ થઈ ચૂકી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મ્યુલ એકાઉન્ટ મારફતે છેતરપિંડીની રકમ એકત્ર કરી તેને ક્રિપ્ટો કરન્સી મારફતે વિદેશમાં મોકલતા હતા. હાલ પકડાયેલો આરોપી ધરપકડથી બચવા માટે સાઉદી અરેબિયા, થાઈલેન્ડ અને બાદમાં દુબઈમાં છુપાઈ રહ્યો હતો. પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર મળતી પાર્ટ-ટાઇમ જોબ, રોકાણ અને વધુ નફાની લાલચ આપતી લિંક્સથી સાવચેત રહેવા તેમજ સાયબર છેતરપિંડીનો ભોગ બને તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરવાની અપીલ કરી છે.

Exit mobile version