સુરત ક્રાઈમ બ્રાન્ચે રીઢાને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો
બે વર્ષ અગાઉ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢાને ઝડપ્યો
આરોપી રિષી પવન ગુપ્તાને ઝડપી પાડી સુરત લવાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉમરા પોલીસ મથકમાં બે વર્ષ અગાઉ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢાને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા શહેરમાંબનેલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા આપેલા આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડની ટીમે યુપીના પ્રતાપગઢ ખાતેથી ઉમરા પોલીસ મથકમાં બે વર્ષ અગાઉ ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢા આરોપી એવા રિષી પવન ગુપ્તાને ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો ઉમરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

