સુરત ક્રાઈમ બ્રાન્ચે દોઢ લાખના ઈનામી બદમાશને ઝડપી પાડ્યો
બે પિસ્ટોલ અને જીવતા કાર્ટીઝ સાથે આરોપીની ધરપકડ
ખંડણી અને હત્યાની કોશિશ સહિત પાંચ ગુનામાં હતો વોન્ટેડ
ખટોદરા ગોકુલનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો
કુખ્યાત અને દોઢ લાખના ઈનામી બદમાશ શોલેસિંગ જોનપુરવાળા કે જે ખંડણી તથા હત્યાની કોશીષ સહિત પાંચ ગુનામાં વોન્ટેડ હોય તેને બે પિસ્ટોલ અને જીવતા કાર્ટીઝ સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને અધિક પોલીસ કમિશનરની સુચનાને લઈ શહેર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અને ગુનેગારો પર વોચ રાખવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે એન્ટી ઓર્ગેનાઈઝ્ડ સ્કોડની ટીમે બાતમીના આધારે ખટોદરા ગોકુલનગરની બાજુમાંથી કુખ્યાત આરોપી એવા દોઢ લાખના ઈનામી તથા ખંડણી અને હત્યાની કોશિષના પાંચ ગુનામાં વોન્ટેડ શોલેસિંગ જોનપુરવાળાને બે પિસ્ટોલ અને જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડી તેનો કબ્જો યુપી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

