Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા

સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
24 વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો
મગલુ જડીયા જૈનાની ધરપકડ

પાંડેસરા પોલીસ મથકમાં 24 વર્ષથી મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપ પાડ્યો છે.

સુરતમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરતમાં નોંધાયેલા ગુનાઓમાં વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મેદાને છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ 2001માં એટલે કે 24 વર્ષ અગાઉ નોંધાયેલા મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા મુળ ઓરિસ્સાના ગંજામનો અને હાલ ઉધના હરીનગર ખાતે રહેતા મગલુ જડીયા જૈના ને ઝડપી પાડી તેનો કબ્જો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version