સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
અમરેલી સાયબર ફ્રોડ કેસમાં એક વર્ષથી વોન્ટેડ આરોપી સુરતમાંથી ઝડપાયો
અમરેલી સિટી પોલીસમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનાનો આરોપી ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમરેલી સીટી પોલીસ મથકમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપીને સુરતમાંથી ઝડપી પાડ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દિવાળીના તહેવારને લઈ કાયદો વ્યવસ્થા જાળવી રાખવા સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અમરેલી સીટી પોલીસ મથકમાં નોંધાયેલા 1.86 લાખના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા આરોપી મોહસીન નવાજને પાંડેસરા ડી માર્ટ પાસેથી ઝડપી પાડી તેનો કબ્જો અમરેલી સીટી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

