Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ ચોરી કરતી ગેગના 3 સભ્યોને પકડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ ચોરી કરતી ગેગના 3 સભ્યોને પકડ્યો
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ ચોરી કરતી ગેગના 3 સભ્યોને પકડ્યો
ક્રાઈમ બ્રાન્ચે ચોરીના 14 મોબાઇલ ફોન પણ કબ્જે કર્યો
આરોપીઓ લોકોની નજર ચૂકવી મોબાઈલ સેરવી લેતા

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે લોકોની નજર ચૂકવી અને ભીડભડનો લાભ લઈ મોબાઈલ ચોરી કરતા ગેંગના ત્રણ સભ્યોને ચોરીના 14 મોબાઇલ ફોન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ રવિવારે બજારમાં ખરીદી કરવાના બહાને આવતા અને લોકોની નજર ચૂકવી મોબાઈલ સેરવી લેતા હતા.

આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમને અંકિત ઉર્ફે અંકુ ઇશ્વરભાઇ વડવી, વિકાસ વિનોદ નાયકા અને નરેન્દ્ર ઉર્ફે સની દયાસિંગ રાજપૂતને 14 ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓ સુરતના ડકકાઓ વાળા પાસે ભરાતી રવિવારે બજારમાં ખરીદી કરવા જતા હતા અને ભીડભાડનો લાભ લઈ અને લોકોની નજર ચૂકવી મોબાઈલ ફોન સેરવી લેતા હતા. આરોપીઓએ કબુલાત કરી હતી કે તેઓ ત્રણેય ભેગા મળી 10 મહિનાના સમયમાં દર રવિવારે ડક્કા ઓવારા પાસે ભરાતી રવિવારે બજારમાં જતા અને ત્યાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવતા હતા ત્યારે ભીડનો લાભ લઈ લોકોની નજર ચૂકવી તેઓ એકબીજા ના મેળા પીપળામાં ધક્કા મૂકી કરી મોબાઈલ ફોન ચોરી કરી લેતા હતા. આ રીતે આરોપીઓએ અત્યાર સુધીમાં 25 થી 30 મોબાઈલ ફોન ચોરી કર્યા હોવાની કબુલાત કરી છે અને આ તમામ મોબાઈલ વેચી વેચેલા પૈસા ની સરખા ભાગે વહેંચણી કરતા હતા. આરોપીઓ પકડાઈ જતા અથવા પોલીસ મથકમાં નોંધાયેલા પાંચ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે હાલ પોલીસે આરોપીઓ પાસેથી 14 જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં આરોપી અંકિત ઉર્ફે અંકુ ઈશ્વરભાઈ વડવી વિરુદ્ધ સુરત સહિત નવસારી માં 13 જેટલા ગુનાઓ નોંધાયેલા છે જ્યારે આરોપી નરેન્દ્ર ઉર્ફે સની વિરુદ્ધ અથવા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા ઈસમો ની ઉંમર 19 થી લઇ 32 વર્ષ સુધીની છે એટલે કહી શકાય કે મોજ શોખ પૂરા કરવા અને શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચે આરોપીઓ ચોરીના રવાડે ચડી ગયા હોય.

Exit mobile version