સુરત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી
કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતનો કેસ
સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે કરોડોની ઠગાઈ અને વિશ્વાસઘાત મામલે સુરત જિલ્લા ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે.
સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને શહેરના જાણીતા વ્યક્તિ 82 વર્ષિય કનૈયા કોન્ટ્રાક્ટરની આજે 20 નવેમ્બરે આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તેમના દ્વારા સગાં-સંબંધીઓ સાથે આચરવામાં આવેલી છેતરપિંડી અને પદનો દુરૂપયોગ કરવાના આક્ષેપોએ ખળભળાટ મચાવ્યો છે.

