સુરત કોર્ટ બિલ્ડીંગને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેઈલ
બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેઈલ આવતા પોલીસ દોડતી થઇ
પ્રવેશબંધ, ક્રાઈમ બ્રાન્ચ, ડોગ સ્કવોડ ઘટના સ્થળે
સુરત કોર્ટ બિલ્ડીંગને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેઈલ આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. અને પરિસરમાં પ્રવેશબંધ, ક્રાઈમ બ્રાન્ચ, ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે તપાસ શરૂ કરી હતી.
ગુજરાતમાં હવે સુરત કોર્ટ બિલ્ડીંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઓફિસીયલ ઈમેઈલ આઈડી પર અજાણ્યા દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાતા તાત્કાલિક પ્રિન્સિપાલ જડ્જ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી જેથી પરિસરમાં પ્રવેશબંધી કરી સુરત ક્રાઈમ બ્રાન્ચ, ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે તપાસ શરૂ કરી હતી. અજાણ્યા ઈમેઈલ દ્વારા આ ધમકી આપવામાં આવતા સુરક્ષાના કારણોસર આજે કોર્ટ પરિસરમાં વકીલો, અરજદારો કે અન્ય કોઈ પણ ત્રાહિત વ્યક્તિઓના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જો કે તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ન દેખાતા અફવા હોવાનુ લાગી રહ્યુ છે..

