Site icon hindtv.in

સુરત કલેકટરાલયે ડાયમંડ વર્કરોની આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત

સુરત કલેકટરાલયે ડાયમંડ વર્કરોની આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત
Spread the love

સુરત કલેકટરાલયે ડાયમંડ વર્કરોની આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત
શિક્ષણ સહાય યોજનામા અંદાજે 26,000 જેટલા ફોર્મ નામંજૂર
શિક્ષણ સહાયના 13,500 રૂપિયાના લાભથી વંચિત રહી ગયા

સુરત કલેકટરાલયે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત કરાઈ હતી.

સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેકટરને આવેદન પત્ર અપાયુ હતું. તો આવેદન પત્રમાં જણાવાયુ હતુ કે સરકાર દ્વારા હીરાઉધોગના રત્નકલાકારોના બાળકો માટે જે શિક્ષણ સહાય યોજના જાહેર કરી હતી શિક્ષણ સહાય યોજનામા અંદાજે 26,000 જેટલા ફોર્મ નામંજૂર કરવામા આવ્યા છે. જેના કારણે ઘણા સાચા ગરીબ રત્નકલાકારો શિક્ષણ સહાયના 13,500 રૂપિયાના લાભથી વંચિત રહી ગયા છે તેમને પણ મંદિમા રાહત પેકેજ નો લાભ મળવો જોઈએ. જેથી જે 26,000 ફોર્મ રદ કરવામા આવ્યા છે તેને મંજૂર કરવામા આવે અને જરૂરિયાતમંદ અને સાચા હકદારોને યોજનાનો લાભ મળે તેવા હેતુથી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની ટીમ તેમજ મોટી સંખ્યામાં રત્નકલાકારો સાથે મળીને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.

Exit mobile version