સુરત સિવિલ હોસ્પિટલમાં ઉજવણનો માહોલ જોવા મળ્યો
આ પ્રસંગે નવી સિવિલના સત્તાધીશો હાજર રહ્યા
સુરત લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલના જન્મદિનને લઈ નવી સિવિલમાં દિવ્યાંગોને ટ્રાઈસીકલ, વોકર અને બાળકોને રમકડા વિતરણ કરાયા હતાં.
સુરત સિવિલ હોસ્પિટલમાં ઉજવણનો માહોલ જોવા મળ્યો હતો. સુરતના લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલના જન્મદિવસની ઉજવણીને લઈ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગોને ટ્રાઇસીકલ અને વોકર તથા બાળકોને રમકડાં વિતરણ કરાયા હતાં. જ્યારે ટીબીના દર્દીઓને 6 મહિના ચાલે તેટલી અનાજની કીટ વિતરિત કરાઈ હતી. તો આ સમયે નવી સિવિલના સત્તાધીશો હાજર રહ્યા હતાં.

