Site icon hindtv.in

સુરત શહેર પોલીસના ઝોન-૩ હેઠ જપ્ત દારૂના જથ્થાનો નાશ

સુરત શહેર પોલીસના ઝોન-૩ હેઠ જપ્ત દારૂના જથ્થાનો નાશ
Spread the love

સુરત શહેર પોલીસના ઝોન-૩ હેઠ જપ્ત દારૂના જથ્થાનો નાશ
પોલીસ દ્વારા કુલ 95 કેસ હેઠળ જપ્ત કરાયેલી 11 હજાર 218 દારૂની બોટલો
મામલતદારની હાજરીમાં લાખો રૂપિયાના દારૂ ઉપર રોલર

સુરત શહેર પોલીસના ઝોન-૩ હેઠળ આવતા વિવિધ પોલીસ મથકોમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદારની હાજરીમાં લાખો રૂપિયાના દારૂ ઉપર રોલર ફેરવી કાર્યવાહી હાથ ધરાઈ હતી.

સુરત શહેરના ઝોન-૩ હેઠળ આવતા મહિધરપુરા, ચોકબજાર, લાલગેટ, કતારગામ અને સિંગણપોર પોલીસ મથકોમાં વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કુલ 95 કેસ હેઠળ જપ્ત કરાયેલી 11 હજાર 218 દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. અંદાજે 19 લાખ 52 હજાર રૂપિયાના મુદ્દામાલ ઉપર રોલર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદારની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હતો.

Exit mobile version