સુરત ચોકબજાર પોલીસે બળાતકારના આરોપીને ઝડપ્યો
બળાતકારના આરોપી દીપક સોદરવાની ધરપકડ
સુરતની ચોક બજાર પોલીસે બાતમીના આધારે સગીરાનુ અપહરણ કરી જઈ બળાત્કાર ગુજારનાર તેમને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર જૈન ની સૂચનાને લઈ પીઆઈ એસડી રાતડા ની ટીમ પીએસઆઈ વીટી ડોડીયા ના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો રાજેશકુમાર અને મહાવીરસિંહ ને મળેલી બાતમીના આધારે સગીરાને લગ્નની લાલચે ભગાડી જઈ બળાત્કાર ગુજારનાર દીપક સોંદરવાને ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી હતી.

