સુરત : ચોક બજાર પોલીસે પોક્સોના ગુનામાં આરોપીની ધરપકડ કરી
આરોપી નવી સિવિલ હોસ્પિટલમાંથી આરોપી ભાગી છુટ્યો હતો
સુરત લાજપોર જેલમાંથી કોર્ટમાં લવાયેલો પોક્સોનો આરોપી ઢળી પડ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલમાંથી ખસેડાયો હતો જ્યાંથી તે ભાગી છુટ્યો હતો.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી પોક્સોનો આરોપી ભાગી છુટ્યો હતો. ચોક બજાર પોલીસે પોક્સોના ગુનામાં આરોપી શુભમ શર્માની ધરપકડ કરી હતી જેની ધરપકડ બાદ તે લાજપોર જેલમાં હતો જ્યાંથી તેને તારીખ પર કોર્ટમાં લવાયો હતો તે સમયે તે ઢળી પડતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં પોલીસને ચકમો આપી આરોપી શુભમ શર્મા ભાગી છુટ્યો હતો. હાલ તો ખટોદરા અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

