સુરતના ઉદ્યોગપતિને રાજસ્થાન હાઇવે ઉપર લૂંટ લેવાયા
હુમલો કરી રોકડ અને જ્વેલરી લૂંટી કરી
રાજસ્થાન પ્રવાસે ગયેલા ઉદ્યોગપતિ સાથે 3 લાખથી વધુની લૂંટ
સુરતથી રાજસ્થાન ફરવા ગયેલા ઉદ્યોગપતિને હાઈવે પર લુંટી લેવાયા હતા. જેઓએ રાજસ્થાન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સુરતના ઉદ્યોગપતિ રાજસ્થાન હાઇવે પર લૂંટાયા હતાં. ઉદ્યોગપતિ અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી પર હુમલો કરી લૂંટ ચલાવાઈ હતી. આશિષ ગુજરાતી પરિવાર અને મિત્રો સાથે રાજસ્થાન ફરવા જતી વખતે ઉદયપુર હાઇવે મોડી રાત્રે લઘુ શંકા માટે ઉતર્યા હતા. તે સમયે બાઈક સવારો રોકડ અને જ્વેલરીની લૂંટ કરી હતી. જેમાં લુંટારૂઓ 15000 રોકડા અને સોનાની ચેન વીંટી મળી 3 લાખથી વધુની લૂંટ કરી ભાગી છુટ્યા હતાં. હાલ આ મામલે ઉદ્યોગપતિએ રાજસ્થાન ખાતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

