Site icon hindtv.in

સુરત : ભાજપના પ્રમુખે જાહેર માર્ગ પર કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી

સુરત : ભાજપના પ્રમુખે જાહેર માર્ગ પર કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી
Spread the love

સુરત : ભાજપના પ્રમુખે જાહેર માર્ગ પર કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી
કેક પર સીએમ-પાટીલનો ફોટો મૂકી ફોટા પડાવ્યા,
કાર્યકરોએ ફટાકડા ફોડી રોડ બાનમાં લીધો
ઉજવણીનો વિડીયો વાયરલ

સુરત ભાજપના વોર્ડ નંબર 24ના પ્રમુખ દ્વારા જાહેરમાં કેક કાપી જન્મદિનની ઉજવણી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે.

સુરત ભાજપમાં મારામારીની ઘટના બાદ બીજો વિવાદ સામે આવ્યો છે. સુરતના વોર્ડ નંબર 24 ના પ્રમુખ પ્રકાશ ખેરનારે જાહેર માર્ગ પર કેક કાપીને કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી. ઉધનામાં આવેલા સાઇબાબા સોસાયટીના ગેટ પર કાર્યકર્તાઓ સાથે ફટાકડાઓ ફોડી વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરનારે જન્મ દિવસની ઉજવ્યો હતો. એક તરફ સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેર માર્ગો પર જન્મદિવસની ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે પ્રકાશ ખેરનારના જન્મ દિવસની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈ કાયદો બધા માટે એક સમાન હોવાનો દાખલો બેસાડવા માટે ઉધના પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું…

Exit mobile version