Site icon hindtv.in

સુરત ભેસ્તાન પોલીસે દારૂડિયાઓની અટકાયત કરી

સુરત ભેસ્તાન પોલીસે દારૂડિયાઓની અટકાયત કરી
Spread the love

સુરત ભેસ્તાન પોલીસે દારૂડિયાઓની અટકાયત કરી
સરકારી શાળામાં યુવકોની કથિત દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ
સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

સુરતના ભેસ્તાનની સરકારી શાળામાં યુવકોની કથિત દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને વીડિયો સામે આવ્યા બાદ ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં જ વીડિયોમાં દેખાતા દારૂડિયાઓની અટકાયત કરી હતી.

સુરતના ભેસ્તાનની સરકારી શાળામાં કથિત દારૂ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં કેટલાક યુવકો શાળાના પરિસરમાં બેસીને દારૂની મહેફિલ માણતા હોવાનો કથિત દાવો કરવામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થતાં જ ભેસ્તાન પોલીસ હરકતમાં આવી અને તપાસ શરૂ કરી હતી. અને ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં જ વીડિયોમાં દેખાતા ઇસમોને ઝડપી પાડ્યા હતાં. હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version