Site icon hindtv.in

સુરત ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ મામલે શહેર એલર્ટ પર

સુરત ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ મામલે શહેર એલર્ટ પર
Spread the love

સુરત ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ મામલે શહેર એલર્ટ પર
સુરત સિવિલ હોસ્પિટલ પણ એલર્ટ મોડમાં
2થી 3 મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરાયો

 

યુદ્ધની સ્થિતિને લઈને સિવિલ હોસ્પિટલમાં 2થી 3 મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક પણ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પાટા બાંધવા માટે કોટનની પટ્ટી સહિતની સર્જરી માટે જરૂર પડે તે તેવી તમામ ચીજ વસ્તુઓનો પણ સ્ટોક કરી જનરેટર માટે ડીઝલની વ્યવસ્થા પણ કરાઈ છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે ઉદ્ભવેલી યુદ્ધની તણાવભરી સ્થિતિમાં સુરત શહેર કેટેગરી-1માં આવે છે. સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારત-પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં મેડિકલ ઈમરજન્સી માટેની તૈયારીઓ પણ પૂરી કરાઈ છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલોમાં દવાઓના સ્ટોક, ડોકટરોની ટીમ, લાઈટ કટ થાય તો જનરેટરની પણ વ્યવસ્થા કરી દેવાઈ છે. આ અંગે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર ભરત ચાવડાએ કહ્યું હતુ કે, 3 મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી દેવાયો છે. તે ઉપરાંત પાટા-પટ્ટી, કોટન સહિત સર્જરી માટે જરૂરૂ પડેતેવી ચીજ-વસ્તુઓ પણ સ્ટોક કરી દેવાયો છે. નવી સિવિલ હોસ્પિટલમાં જો વીજળી જાય તો પણ લોકોને સારવાર મળી શકે તે માટે જનરેટર તેમજ ડિઝલની વ્યવસ્થા કરી દેવાઈ છે. તો સાથે સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ સરકાર દ્વારા આપવામાં આવેલા પરિપત્રના આધારે જે તૈયારીઓ કરવાની હોય છે તે તમામ પૂરતી તૈયારીઓ કરી દેવાઈ છે. ઈમરજન્સી દવા સહિતની તમામ દવાઓનો જથ્થો પુષ્કળ છે. વેન્ટિલેટર ની વાત કરવામાં આવે તો કોવિડના સમયથી પૂરતા પ્રમાણમાં અમારી પાસે વેન્ટિલેટર છે અને તમામ વર્કિંગ કન્ડિશનમાં છે. આ સાથે ક્લિનિકલ, સર્જરી સહિતના વિભાગના ડોક્ટરો હાજર છે. વધારે દર્દીઓ આવે તો તે માટેની પૂરતી જગ્યા અને પૂરતી વ્યવસ્થા છે. ઈમરજન્સીમાં જે ઈક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે તે તમામ તૈયાર કરી દેવામાં આવ્યા છે તેમ જણાવાયુ હતું.

Exit mobile version