Site icon hindtv.in

સુરત અમરોલી પોલીસને મોબાઈલ ચોરીના ગુનામાં સફળતા મળી

સુરત અમરોલી પોલીસને મોબાઈલ ચોરીના ગુનામાં સફળતા મળી
Spread the love

સુરત અમરોલી પોલીસને મોબાઈલ ચોરીના ગુનામાં સફળતા મળી
વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી પાડ્યા
પોલીસે મોબાઈલ ચોરીના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો

સુરત અમરોલી પોલીસને મોબાઈલ ચોરીના ગુનામાં મોટી સફળતા મળી છે. વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી પોલીસે મોબાઈલ ચોરીના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.

સુરતની અમરોલી પોલીસે મોબાઈલ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે. ઈચ્છાપોર અને પલસાણા પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા ત્રણ અલગ અલગ મોબાઈલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓને અમરોલી પોલીસે કોસાડ આવાસ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતાં. ઝડપાયેલા આરોપીઓ સોહિલ ઉર્ફે બાપુ શકિલ શેખ અને સમીર સમસુદીન શેખ આરોપીઓ મુસાફરોને રિક્ષામાં બેસાડીને નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Exit mobile version