સુરત એરપોર્ટ નશાના કારોબારીઓ માટે સોફ્ટ
બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં લવાયેલો કરોડોનો ગાંજો
6.5 કરોડનો 6.4 કિલો હાઈબ્રિડ ગાંજો કસ્ટમ્સએ ઝડપ્યો
સુરત એરપોર્ટ જાણે નશાના કારોબારીઓ માટે સોફ્ટ બની રહ્યુ હોય તેમ ફરી એરપોર્ટ પર બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં લવાયેલો કરોડોનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે.
સુરત એરપોર્ટ દાણચોરો માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે હવે સુરત એરપોર્ટ પર કસ્ટમ્સે સપાટો બોલાવ્યો છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં બેંગકોકથી સામાનમાં છુપાવી લવાતો 6.5 કરોડનો 6.4 કિલો હાઈબ્રિડ ગાંજો કસ્ટમ્સ વિભાગે ઝડપી પાડ્યો હતો. બે મુસાફરો આરોપીઓ 30 વેક્યુમ-પેક્ડ પારદર્શક પોલીથીન પેકેટ્સ માં ગાંજો લાવી રહ્યા હતા જેઓની ધરપકડ કરાઈ છે.

