Site icon hindtv.in

સુરત : આરોપીઓને ગુનાખોરીનો રસ્તો છોડી દેવા સમજ અપાઈ

સુરત : આરોપીઓને ગુનાખોરીનો રસ્તો છોડી દેવા સમજ અપાઈ
Spread the love

સુરત : આરોપીઓને ગુનાખોરીનો રસ્તો છોડી દેવા સમજ અપાઈ
છુટી ગયા 200 જેટલા આરોપીઓની હાલની માહિતી મેળવી
મારામારી, રાયોટીંગ, હત્યા પ્રયાસ સહિતના ગુનાઓમાં હતા સામેલ

તહેવારો સમયે ડીસીપી ઝોન ફોરમાં આવતા છ પોલીસ મથકના આરોપીઓને એક સાથે બોલાવી તેઓને ગુનાખોરીનો રસ્તો છોડી દેવા અને આમ નાગરિકની જેમ જીવવા સમજ અપાઈ હતી.

સુરતમાં વધી રહેલી ગુનાખોરી ડામવા અને આવનાર તહેવારો સમયે ગુનેગારો કોઈ ગુનાઓને અંજામ ન આપે તે માટે સુરત પોલીસ મેદાને આવી છે. ત્યારે સુરત ડીસીપી ઝોન ફોરમાં આવતા છ પોલીસ મથકના 200 જેટલા આરોપીઓ કે જેઓ મારામારી, રાયોટીંગ, હત્યા પ્રયાસ, એનડીપીએસ, બુટલેગીંગ સહિત અન્ય ગંભીર ગુનાઓમાં ઝડપાયા બાદ છુટી ગયા હોય તેઓને બોલાવી તેઓની હાલની ગતિવિધી અંગે માહિતી મેળવી ગુનાખોરીનો રસ્તો છોડી દેવા સમજ અપાઈ હતી.

Exit mobile version