Site icon hindtv.in

સુરત : આપના વિપક્ષ નેતાની ચેમ્બરમાં કોંગ્રેસનો હોબાળો

સુરત : આપના વિપક્ષ નેતાની ચેમ્બરમાં કોંગ્રેસનો હોબાળો
Spread the love

સુરત : આપના વિપક્ષ નેતાની ચેમ્બરમાં કોંગ્રેસનો હોબાળો
આપ ભાજપ ભાઈ ભાઈ સાથ મિલકર ખાઈ મલાઈ : વિપુલ ઉધનાવાલા
ભાજપ અને આપનું મજબૂત ગઠબંધન સુરત કોર્પોરેશનમાં જોવા મળે છે : વિપુલ ઉધનાવાલા

ચોમાસા દરમિયાન ખાડીપુરમાં જે પ્રકારે સુરત શહેરની સ્થિતિ થઈ છે તેને લઈને હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા મેયરની ચેમ્બરમાં જઈને રજૂઆત કરી મેયર નિષ્ફળ પુરવાર થઈ રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા તો આજે કોંગ્રેસ દ્વારા વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી નિષ્ફળ થઈ હોવાના આક્ષેપો તેમની ચેમ્બરમાં જઈને કરાયા હતાં.

સુરત મહાનગર પાલિકા ખાતે અત્યારે શહેરની જે ખરાબ સ્થિતિ થઈ રહી છે તેને લઈને એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપો કરી રહ્યા છે. શાસકો અધિકારીઓ ઉપર દોષનો ટોપલો ઠાલી રહ્યા છે. વિપક્ષ શાસકો ઉપર નિષ્ફળતા અને અસક્ષમતાના આરોપ કરી રહી છે તો હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગયું છે. કોંગ્રેસ દ્વારા આજે વિપક્ષ તરીકે શાસકોને યોગ્ય રજૂઆત રજૂઆત કરીને ચોમાસા દરમિયાન આવી સ્થિતિ ઊભી ન થાય તેના માટે કોઈ પણ પ્રકારે ધારદાર રજૂઆત કરવામાં ન આવ્યો હોવાને કારણે આજે શહેરના લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાનું સામે આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા આજે વિપક્ષમાં ઉગ્ર રીતે રજૂઆતો કરીને આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા પાયલ સાકરીયાને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધના વાલાએ જણાવ્યું કે, આપ ભાજપ ભાઈ ભાઈ સાથ મિલકર ખાઈ મલાઈ એવી સ્થિતિ સુરત કોર્પોરેશનમાં જોવા મળી રહી છે. માત્ર સોશિયલ મીડિયામાં દેખાવ કરવા ખાતર આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો સુરત મહાનગરપાલિકામાં વિરોધ કરી રહી છે. જ્યારે સુરત શહેર ખાડી પૂરની સ્થિતિમાં આવીને ઊભું રહ્યું હતું. ત્યારે આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણીમાં મળેલા વિજયનો વિજય ઉત્સવ મનાવી રહી હતી. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીનું મજબૂત ગઠબંધન સુરત કોર્પોરેશનમાં જોવા મળે છે.

Exit mobile version