સુરત : આપ દ્વારા કલેકટર વતી રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવ્યું
ચૈતર વસાવાની ધરપકડને લઈને આપએ વિરોધ નોંધાવ્યો
ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે :આપ
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર સરકાર દ્વારા ખોટો કેસો કરી તેમને જેલમાં નાંખી દેવામાં આવ્યા હોય જેને લઈ સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર થકી મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.
ગુજરાતના આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્ય ચૈતર વસાવા પર હાલ કેસ થયો હોય અને જેલમાં ગયા હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાની ધરપકડનો વિરોધ કરાયો છે. આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેકટર થકી મુખ્યમંત્રીને આવેદન પત્ર અપાયુ હતું અને જણાવાયુ હતું કે ધારાસભ્ય ચૈતર વસાવા પર સરકાર દ્વારા ખોટો કેસ ઉપજાવી કાઢી જેલમાં પુરવામાં આવ્યા છે. સરકાર ચૈતરભાઈનુ મનોબળ તોડવા માંગે છે અને ચૈતરભાઈની પ્રજાલક્ષી લડતને અટકાવવા માંગે છે ત્યારે ચૈતરભાઈ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરીએ છીએ તેમ કહી આવેદન પત્ર આપી આપ દ્વારા ઉગ્ર રજુઆત કરાઈ હતી.
