Site icon hindtv.in

સુરત : 1000ના મોબાઇલ વિવાદે યુવાનનો ભોગ લીધો:

સુરત : 1000ના મોબાઇલ વિવાદે યુવાનનો ભોગ લીધો:
Spread the love

સુરત : 1000ના મોબાઇલ વિવાદે યુવાનનો ભોગ લીધો:
મોબાઇલના બદલામાં વધુ પૈસાની માંગણી કરતા ચપ્પુ વડે હુમલો
આરોપીએ અન્ય બે સાથીદારો સાથે મળીને હત્યાને અંજામ આપ્યો

 

સુરતમાં હત્યાના વધી રહેલા બનાવો વચ્ચે લિંબાયત વિસ્તારમાં મોબાઈલના રૂપિયાની લેતી દેતીમાં ચપ્પુના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી હતી.

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા ટ્રિસનલ ચોકી નજીક સોમવારે રાત્રે એક યુવકની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. મૃતકની ઓળખ નૂરાની મસ્જિદ વિસ્તારના રહેવાસી 21 વર્ષીય અરબાઝ ઉર્ફે બિન્દ્રા રિયાઝ ખાન તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ માત્ર 1000માં ખરીદવામાં આવેલા એક મોબાઇલ ફોનને લઈને થયેલો સામાન્ય વિવાદ હોવાનું સામે આવ્યું છે. અનવર પાસેથી 1000માં એક મોબાઇલ ખરીદ્યો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અરબાઝે આરોપી અનવર પાસેથી 1000માં એક મોબાઇલ ખરીદ્યો હતો. જોકે, બાદમાં અરબાઝ આ મોબાઇલના બદલામાં અનવર પાસેથી વધુ પૈસાની માંગણી કરવા લાગ્યો, જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે, અનવરે પોતાના અન્ય બે સાથીદારો સાથે મળીને અરબાઝ પર ચપ્પુ વડે હુમલો કર્યો અને તેની હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં જ લિંબાયત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

Exit mobile version