‘અંધશ્રદ્ધા’ ડર અને અજ્ઞાનતા ઉપર ટકેલી છે.
સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારના લોકો અંધશ્રદ્ધાના માર્ગ તરફ પ્રેરિત
ભુવાજી ગાદી ઉપર બેસીને નહીં પરંતુ સોશિયલ મીડિયા થકી પ્રેરે છે
21 મી સદીમાં મનુષ્ય મંગળ પર ઘર બનાવવાની વાતો કરી રહ્યો છે, ત્યારે સમાજના કેટલાક લોકો અંધશ્રદ્ધાના અંધકારમાં ડૂબી રહ્યા છે, એક તરફ વિજ્ઞાનગાથા છે તર્ક અને પુરાવા પર ચાલે છે, તો બીજી તરફ ‘અંધશ્રદ્ધા’ ડર અને અજ્ઞાનતા ઉપર ટકેલી છે. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના જ્યાં હવે ભુવાજી ગાદી ઉપર બેસીને નહીં પરંતુ સોશિયલ મીડિયા થકી ભક્તોને ઓનલાઇન અંધશ્રદ્ધાના માર્ગે દોરી રહ્યો છે જેને લઇ પોલીસ પણ સતર્ક બની છે
વિજ્ઞાનના જમાનામાં અંતરિયાળ વિસ્તારમાં ઓનલાઇન મેલડી માં ના નામે શંકર ભુવાજી નામનો શખ્સ લોકોને અંધશ્રદ્ધાના નામે આકર્ષિત કરી રહ્યો છે, આ ઢોંગી ભુવાના વીડિયો જોશો તો તમે પણ આશ્ચર્ય પામશો. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના જ્યાં હવે ભુવાજી ગાદી ઉપર બેસીને નહીં પરંતુ સોશિયલ મીડિયા થકી ભક્તોને ઓનલાઇન અંધશ્રદ્ધાના માર્ગે દોરી રહ્યો છે. પોશીના વિસ્તારમાં ઓનલાઇન મેલડી માં નામથી શંકર ભુવાજી નામનો શખ્સ લોકોને દિન પ્રતિદિન અંધશ્રદ્ધાના માર્ગ તરફ પ્રેરિત કરી રહ્યો છે. આજના આધુનિક યુગમાં સાયન્સ સીટી માં બાળકો પ્રયોગો દ્વારા દુનિયાને સમજી રહ્યા છે. વિજ્ઞાનગાથા આપણને શીખવે છે કે શૂન્યમાંથી સર્જન કેવી રીતે થાય, જ્યારે અંધશ્રદ્ધા આપણને નસીબના ભરોસે આજે પણ બેસાડી રાખે છે.
સાબરકાંઠા પોલીસ દ્વારા અંધશ્રદ્ધાના માર્ગ તરફ જતા લોકોને અટકાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે, જ્યારે પણ લોકો અંધશ્રદ્ધાના માર્ગે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે ત્યારે પોલીસ મથકે પીડિતો દ્વારા ન્યાયની ગૃહાર સાથે તાંત્રિક વિધિ કરનાર ભુવાજી સામે ફરિયાદ નોંધાવામાં આવતી હોય છે, પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાઈ ચુક્યા છે જેમાં કોઈપણ વ્યક્તિને આવા પ્રકારની માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ અપીલ કરાઈ છે, તેવા સમયે લોકોએ અંધશ્રદ્ધામાં માનતાઓ માનવા કરતા સાચા માર્ગે ભક્તિનો માર્ગ પકડવા લોકોને પોલીસ દ્વારા અપીલ કરાઈ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

